જીવવાની રીત મને એ રીતે ગમી ગઈ
તને મળ્યો ને ઝાકળ ની પણ નદી થઇ
એક મેક ના થવાની જ વાત થઇ હતી
છુટા પડવાની રમત તો એજ રમી ગઈ
ભરોસો કરવા જેવો લાગ્યો હતો મને
દિવસ રાતની વાત કેમ આજે ફરી ગઈ