ઝરમરતા વરસાદ માં તારી યાદ આવી ગઈ
અહીં નથી કોઈ હવે એવી ફરિયાદ આવી ગઈ
સુસવાતા પવન માં હવે ઠંડક નથી મળતી
વાદળ વચ્ચે જાણે ઉભી ખાઈ આવી ગઈ
નીચા નમી પાનખરે જોઈ લીધું વસંતમાં
ડાળી ફૂલો વચ્ચે કેવી ઉંડાઇ આવી ગઈ