Ghazal 1
Ghazal 1
કલરવ કરતા અવાજ ને ઘોઘાટ નડી ગયો,
ખોવાયેલા પીછા ને અવાજ જડી ગયો.
ઝાડની ડાળે બેઠું હવે સ્વપ્નું ઝરે,
હૃદયનો ધબકાર છાતી થી સરી ગયો
વાયુની લહેરમાં ગીતો ખોવાઈ ગયાં,
ચાંદની રાતે પણ અંધકર ચડી ગયો .
એકાંતના શ્વાસે હવે દર્દ ઉગે છે,
ખામોશીના રાગમાં જીવ ડૂબી ગયો .
નભની ઉંચાઈએ હવે બસ યાદ રહી,
પાંખો ઉપર નો પથ્થર હૈયે વળી ગયો.